DISCLAIMER

DISCLAIMER-All the views and contents mentioned in this blog are merely for my personal use,and are not recommendations or tips.i do not accept any liability/loss accuring from the use of any content from this blog.All readers of this blog must rely on their own discreation and neither any analyst nor any publisher shall be responsible for the outcome.

Thursday, November 17, 2011

Wednesday, November 16, 2011

NIFTY exit

આ વખતે આપણા વાળા ડિ.આઇ.આઇ અને બોમ્બે ના મોટા સટૉડિયાઓ ની અણધારી વેચવાલી ને લીધે ટાર્ગેટ અને વેવ નુ ફૉર્મૅશન પુરુ કર્યા વગર નિફટી નિચે આવી જતા અને 5170 ની નીચે વ્યવસ્થિત બન્ધ આવતા અમે ગઇ કાલે 5125 થી 5150 મા બાય પૉજિશન માથી નિકળી ગયા છીયે.હવે  આ માર્કેટ નો ટ્રેન્ડ નક્કિ નથી.ગ્લોબલ માર્કેટ ટ્રેન્ડ ઉપરનો છે અને તેથી ઍફ.આઇ.આઇ અમુક દિવશો ને બાદ કરતા મોટે ભાગે બાયર રહે તેવી શકયતા છે.તેથી આ માર્કેટ મા શોર્ટ કરવુ અઘરુ છે.ડાઉ જોન્સ ના બની રહેલા ત્રિકૉણ મા થી ઉપર ની તરફ બ્રેક આઉટ આપે તો અહી ના ડિ .આઇ. આઇ વાળા  ને બીજા બધા તરત ભારે પ્રમાણ મા વેચાણ કાપવા દોડે.આ લોકો મોટા ભાગ ની ઇલિયટ વૅવ ની વૅબ સાઇટસ‌ પર અમેરિકન માર્કેટ નીચે જશે તેવા ખોટા કાઉન્ટ જોઇ ને બહુ વહેલા વેચાણ મા બેશી ગયા છે..પણ આ બધા કાઉન્ટ નિયમો વિરુધ્ધ હોવાથી ખોટા સાબિત થશે.અને આ લોકો ને તેમના વેચાણો કાપવાની ફરજ પડશે.કારણ કે મોટા ભાગ ની વેબસાઇટો પર નીચે ની દીશા ના કાઉન્ટ બતાવતા હતા પણ ગઇ કાલ થી તે લોકો ને પણ ખબર્ પડી ગઇ છે કે તેમના કાઉન્ટ ખોટા છે,તેથી હવે બધા ત્રિકોણ ની આપણી ધારણા સાથે સહમત થયા છે.હવે બ્રેક આઉટ આવે તો ડાઉ જોન્સ હમણા બનાવેલા હાઇ ને ક્રોસ કરી નવા ઉચા હાઇ બનાવવાનુ ચાલુ કરી દેશે.ને સાથે સાથે એશિયન માર્કેટો પણ તેમની સાથે જોડાય.આ બધા ની વિરુધ્ધ મન્દી કરવા નુ લગભગ અઘરુ થાય.તેથી હમણા આપણે રાહ જોઇશુ..

Friday, November 11, 2011

Gold again at buy

Bought gold today at 27840...MCX

Dow jones at triangle correction


નિફટી જ્યા સુધી મોટી રેડ કેન્ડલ થી 5170 ની નીચે બન્ધ ના આપે ત્યા સુધી..મન્દી નથી..સહુ થી સારી બાબત તે છે કે ડાઉ જૉન્સ મન્દી મા નથી.ડાઉ જોન્સ ને લીધે ઍફ.આઇ.આઇ આપણા માર્કેટ મા મન્દી મા નથી. નવેમ્બર મહિનો શરુ થયો ત્યાર થી એક પણ દિવશ તેઓ વેચાણ મા નથી રહ્યા...માર્કેટ ને 5400 થી પાછુ નીચે લાવનાર ભારતિય સન્સ્થાઓ અને મુમ્બઇ ના ઑપરેટરો આ વખતે તેજી ની વિરુધ્ધ બિનજરુરી રીતે વિલન ની ભુમિકા ભજવી રહ્યા છે.તેઓ સતત વેચાણ મા છે.યુરોપ ની કટોકટી ની સહુ થી વધુ અસર તે દેશો કરતા મુમ્બઇ વાળા ને વધુ પડી રહી છે તેવુ લાગે છે..કારણ કે આટલી કટોકટી વચ્ચે પણ ડાઉ જોન્સ ને યુરોપ માર્કેટ કેટલીય વખત‌ ઉચા જતા હોય છે ત્યારે પણ આપણા વાળા તેમની જોડે જોડાવા ને બદલે ફક્ત મન્દી પુરતા જ તેમની જોડે જોડાય છે.

Wednesday, November 9, 2011

Booked profit in gold

today booked profit in comex at 1790,profit 34 $ and in MCX at 28775 profit of 975 rs per lot...trend is still up waiting for new buy signal...

Tuesday, November 8, 2011

8-11-2011

નિફટી સમય પસાર કરી રહી છે..કરેકશન હમેશા ધીમા અને વધુ સમય પસાર કરનારા હોય છે..તેજી ની અમારી ધારણા ચાલુ જ છે.કરેક્શન મા ખરીદી  કરાય..અમારી 5150,5220,5330 ની નિફ્ટી ની ખરિદી ઉભી છે....ગોલ્ડ મા અમારી 27800 ની એમ.સી.એક્શ ની ખરીદી અને 1756 ની કૉમૅક્શ ની ખરિદી સારા પ્ર્રોફિટ સાથે ઉભી છે.ગોલ્ડ મા અમારુ ટાર્ગેટ 1826 $ નુ છે..આજે પણ અમે ગોલ્ડ ની પોજીશન મા વધુ ઉમેરો કર્યો છે.

we are purely bullish,nifty buy position of 5150,5220 and 5330 is still running.Gold buy position of 1756 comex and 27800 MCX is also standing and added more gold today also....

Monday, November 7, 2011

Dow jones monthly

ડાઉ જૉન્સ ના મન્થલી ચાર્ટ મા સ્વિગ ના નિય મો પ્રમાણે 3 નવા હાઇ બને ઍક હાઇ બન્યો છે..બીજા નવા મહિના ના 2 હાઇ બાકિ છે.એટલે કે આખા વર્લ્ડ માર્કેટ મા તેના લિધે મહિનાઓ સુધી તેજી ચાલુ રહે.

Saturday, November 5, 2011

global positive news

After a summit dominated by concerns about Europe, the world's most powerful political leaders produced a two-page "action plan" for the global economy that builds largely on existing policies previously stated goals.
The Group of 20 Summit in Cannes, France, ended on a rainy Friday with broad promises from leaders to work together on economic challenges that must be addressed in different ways by different countries.
શુક્રવાર‌ ના રોજ માર્કૅટ સમય પછી જી 20 દેશો ના વડાઓ એ એક સારો નિર્ણય લઇ દુનિયા ની ઇકૉનૉમી ને સુધારવા તમામ પગલા લેવા નો ઍક્શન પ્લાન બહાર પાડ્યો છે.ટુક મા સમજીએ તો કોઇ પણ જાત ના નેગૅટિવ પગલા વગર બહુ જ સારો ઍક્શન પ્લાન નક્કિ થયો તે આ મિટિગ ની મોટી સફળતા  ગણાય.જેના લીધે અમેરિકન માર્કેટ 200 નૅગૅટિવ મા થી 140 પૉઇન્ટ પાછુ ઉપર જઇ ફક્ત 60 પૉઇન્ટ નીચે બન્ધ આવ્યુ,




Greek Prime Minister George Papandreou won a confidence vote in Parliament by a narrow margin, giving his country's stricken economy some breathing room, but no panacea.
The 153-145 vote victory came minutes after Papandreou announced that he will seek a coalition government, though it was not immediately clear whether he would lead it.

ગ્રીસ‌ ના વડાપ્રધાને વિશ્વાસ મત જીતી લીધો છે..153 તરફેણ મા અને 145 વિરુધ્ધ મા તેમ 8 મત ની બહુમતિ થી જીતી જતા ગ્રીસ ની રાજકિય કટોકટી નો લગભગ અન્ત આવી ગયો છે...ને જી 20 દેશો ના ઍકશન પ્લાન ની મદદ થી હવે ગ્રીસ ડિફૉલ્ટર નહી બને તે લગભગ નક્કિ થઇ ગયુ છે.

Friday, November 4, 2011

nifty 4-11-2011

99% આપણા માર્કેટ ની સાથે સાથે આખા વર્લ્ડ ના માર્કેટો મા 1 વર્ષ થી ચાલી રહેલી મન્દી પતી ગઇ છે..આપણા માર્કેટ મા 4720 તે બૉટમ બની ગઇ છે.હવે આ માર્કેટ મા મન્દી ના કરાય,ઘટાડે લેણ કરો..અત્યાર નો સપૉર્ટ 5170 ગણાય,તે તુટે તો જ મન્દી ગણાય બાકી આ માર્કેટ તેજી મા જ  છે..5170 તુટે તો જ એક વખત 4720 આવે..અને આવુ બનવા માટે ભારે ખરાબ સમાચાર નો સપોર્ટ મલે તો જ બને.ખરાબ સમાચાર પણ યુરોપ અમેરિકા એશિયા ના હોવા જોઇયે જે આખા વિશ્વ ને અસર કરે તો જ મન્દી ની શક્યતા,વળી આવા સમાચારો એક પછી એક એમ એક સાથે 8 થી 10 સમાચારો આવે તો તેની અસર થાય બાકી એકલ દોકલ ખરાબ સમાચારો ને આ માર્કેટ એક દિવશ પુરતુ ગણતરી મા લે ને બીજા દિવશ થી પાછા તેજી મા ચાલ્યા જાય.સ્વિગ થિયરિ પ્રમાણે આ માર્કેટ 5400 ની ઉપર બન્ધ આપે તો 4 કૅ 7 નવા હાઇ બનાવે અને 5600,5700,5750 નો ટાર્ગૅટ સુધી અવશ્ય જાય.

Thursday, November 3, 2011

Bought gold

Bought gold today at 1756$ and mcx 27800 positional buy...

યુરોપ ની સમસ્યા

ઑક્ટૉબર 27 ના રોજ ગ્રીસ ને નાદાર બનતુ અટકાવવા માટે,મદદ કરવા ને ઉગારવા માટે બનાવેલો મદદ નો પ્લાન હાલ પુરતો ખોરમ્ભે પડ્યો છે.ગ્રીસ ના સ્થાનિક રાજકારણ ને લીધે ગ્રીસ ના વડાપ્રધાને ઍકાઍક જ સહુ ના આસ્ચર્ય વચ્ચે લોકમત લેવા નો ઉભો કરેલો સ્ટન્ટ તેના માટે જવાબદાર છે..હવે ફ્રાન્સ અને જર્મની ના વડાપ્રધાને કડક શબ્દો મા ગ્રીસ ને કહ્યુ છે કે લોકમત નુ તુત પતે નહી ત્યા સુધી 8 બિલિયન ડૉલર ની મદદ નહી મલે,એટલુ જ નહી ગ્રીસ કોમન યુરો કરન્સી મા રહેવુ છે કે નહી તે પણ બહુ જલ્દી નક્કિ કરી લે..ગ્રીસ દ્વારા 4 થી ડીસેમ્બર ની તારિખ લોક્મત માટે નક્કી કરવા મા આવી છે..ફ્રાન્સ ના કાન્સ સિટિ મા આજ થી જી_20 દેશો ના વડાઓ ની મિટિગ થઇ રહી છે ને તેમા યુરોપ ની આ સમસ્યા મુખ્ય ચર્ચા નો મુદ્દો હશે.વાત નો સાર એટલો જ કે દુનિયા ના કોઇ પણ ખુણે રાજકારણીઓ નિચ ને હલકટ જ રહેવાના..