આ વખતે આપણા વાળા ડિ.આઇ.આઇ અને બોમ્બે ના મોટા સટૉડિયાઓ ની અણધારી વેચવાલી ને લીધે ટાર્ગેટ અને વેવ નુ ફૉર્મૅશન પુરુ કર્યા વગર નિફટી નિચે આવી જતા અને 5170 ની નીચે વ્યવસ્થિત બન્ધ આવતા અમે ગઇ કાલે 5125 થી 5150 મા બાય પૉજિશન માથી નિકળી ગયા છીયે.હવે આ માર્કેટ નો ટ્રેન્ડ નક્કિ નથી.ગ્લોબલ માર્કેટ ટ્રેન્ડ ઉપરનો છે અને તેથી ઍફ.આઇ.આઇ અમુક દિવશો ને બાદ કરતા મોટે ભાગે બાયર રહે તેવી શકયતા છે.તેથી આ માર્કેટ મા શોર્ટ કરવુ અઘરુ છે.ડાઉ જોન્સ ના બની રહેલા ત્રિકૉણ મા થી ઉપર ની તરફ બ્રેક આઉટ આપે તો અહી ના ડિ .આઇ. આઇ વાળા ને બીજા બધા તરત ભારે પ્રમાણ મા વેચાણ કાપવા દોડે.આ લોકો મોટા ભાગ ની ઇલિયટ વૅવ ની વૅબ સાઇટસ પર અમેરિકન માર્કેટ નીચે જશે તેવા ખોટા કાઉન્ટ જોઇ ને બહુ વહેલા વેચાણ મા બેશી ગયા છે..પણ આ બધા કાઉન્ટ નિયમો વિરુધ્ધ હોવાથી ખોટા સાબિત થશે.અને આ લોકો ને તેમના વેચાણો કાપવાની ફરજ પડશે.કારણ કે મોટા ભાગ ની વેબસાઇટો પર નીચે ની દીશા ના કાઉન્ટ બતાવતા હતા પણ ગઇ કાલ થી તે લોકો ને પણ ખબર્ પડી ગઇ છે કે તેમના કાઉન્ટ ખોટા છે,તેથી હવે બધા ત્રિકોણ ની આપણી ધારણા સાથે સહમત થયા છે.હવે બ્રેક આઉટ આવે તો ડાઉ જોન્સ હમણા બનાવેલા હાઇ ને ક્રોસ કરી નવા ઉચા હાઇ બનાવવાનુ ચાલુ કરી દેશે.ને સાથે સાથે એશિયન માર્કેટો પણ તેમની સાથે જોડાય.આ બધા ની વિરુધ્ધ મન્દી કરવા નુ લગભગ અઘરુ થાય.તેથી હમણા આપણે રાહ જોઇશુ..